પાટણ શહેરનો વિકાસ દિન પ્રતિદિન વધી રહયો છે ત્યારે ઓજી વિસ્તારોનો પાટણ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ વિકસીત વિસ્તારો આજેપણ ભૂગર્ભ ગટર યોજનાથી વંચિત હોઈ અમૃતમ યોજનાની બચત ગ્રાન્ટમાંથી આ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ સત્વરે ચાલુ કરાવવાની તજવીજ પાલિકા તંત્ર દ્વારા જીયુડીસીના સહકારથી હાથ ધરવામાં આવી છે.
ત્યારે પાટણ શહેરના વિકસીત વિસ્તારો ભૂગર્ભ ગટર યોજનાથી વંચિત છે. અમૃતમ યોજનાની રપ કરોડની બચત ગ્રાન્ટમાંથી વિવિધ વિકસીત વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
જેને લઈ હાંસાપુર-બોરસણ રોડ વિકસીત વિસ્તાર હોવા છતાં આ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજના અમલી બનાવવામાં આવી ન હતી જેને લઈ અઢી કરોડની ગ્રાન્ટમાંથી આ વિકસીત વિસ્તારોમાં ભૂગર્ભ ગટર યોજનાનો લાભ મળી રહે તેવા શુભ આશયથી આજરોજ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
અને આ વિકસીત વિસ્તારોમાં બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરોનું કનેકશન હાંસાપુર પમ્પીંગ સ્ટેશનમાં આપવામાં આવશે અને ઓજી વિસ્તારો પણ ભૂગર્ભ ગટર યોજનાથી વંચિત હોઈ પચાસથી વધુ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર નાંખવાના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યા હોવાનું ભૂગર્ભ સમિતિના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું.