પાટણ શહેરમાં આવેલ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી સંલગ્ન ૪રપ જેટલી કોલેજો પૈકી પ૮ જેટલી કોલેજોએ પાટણ યુનિવિર્સટી પાસે ફાયર સેફ્ટી અને સેનેટરી ઇન્સ્પેક્ટરના નવીન કોર્ષ ચલાવવા માટે મંજૂરી માંગી હતી. યુનિવિર્સટી દ્વારા યોગ્ય લાયકાત તપાસીને પ૮ જેટલી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

આજના સમયમાં ફાયર સેફટીની સવિશેષ જરૂરીયાત ઉભી થઇ છે.છાશવારે શોર્ટ સર્કિટના બનાવો બનતા હોય છે.જેને લઈને રાજ્ય સરકાર પણ કટિબદ્ઘ થઇ છે.અને વિવિધ કોલેજોમાં ફાયર સેફ્ટી અને સેનેટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસ વર્ગની શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.જે અંતર્ગત પાટણ યુનિવિર્સટી સંલગ્ન પ૮ કોલેજોએ પોતાની કોલેજમાં ફાયર સેફ્ટી અને સેનેટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસ ના કોષ શરૂ કરવા માટે મંજૂરી માંગી હતી.

જે અંતર્ગત યુનિવિર્સટી દ્વારા તમામ ધારા-ધોરણો તપાસ્યા બાદ આવી કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.આગામી સમયમાં પણ યોગ્ય લાયકાત ધરાવતી કોલેજોની માગણી હશે તો કારોબારીમાં આ અંગે નિર્ણય લઇ ને વધુ કોલેજોને મંજૂરી આપવામાં આવશે તેવું યુનિવિર્સટી ના રજિસ્ટ્રાર ડો.ડી.એમ પટેલે જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024