પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાકા રોડ બનાવવાની કામગીરી યુદ્ઘના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે પાટણ નગરપાલિકા દ્વારા સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ ર૦૧૪/૧પની બચતમાંથી આજરોજ પાટણ શહેરના રવેટા હોટલથી પદ્મનાભ સુધીનો રોડ ર૯.૮૬ લાખના ખર્ચે બનાવવા માટે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
હાઈવે માર્ગો પર ઘણીવાર સર્જાતા ટ્રાફીકને લઈને સ્થાનિક રહીશોને હાલાકી ભોગવી પડતી હોવાને કારણે પાટણ નગરપાલિકા દ્વારા ર૦૧૪/૧પ ની બચત ગ્રાન્ટ માંથી આજે રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે
આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ, કોપોરેટર જયેશભાઈ પટેલ, ભવાનજી ઠાકોર સહિત સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.