વિશ્વ મુક બધિર દિવસ નિમીત્તે પાટણ જીલ્લા મુક બધિર યુવક મંડળ અને ડેફ એસોસિયેશન દવારા આયોજીત આ રેલીનો ઉદેશ્ય સમાજ આવા શારીરીક વિકલાંગો અને મુક બધિરોની સમસ્યાઓને જાણે અને બધીર લોકોને સમાજનો હુંફ અને પ્રેમ મળે તે માટે અને સામાન્ય લોકોની જેમ જ બધિર લોકો પ્રત્યે સમાજ વ્યવહાર કરે તથા બધિરોને પડતી મુશ્કેલીઓને સમાજ સમજે અને તે બાબતે જાગૃત થાય તે હેતું થી વિશ્વમાં ર૬ સપ્ટેમ્બરને વલ્ર્ડ ડેફ ડેની ઉજવણી કરવામાં આવે છે.
જેનાં અનુંસંધાને આજરોજ પાટણની બહેરા મૂંગા શાળા ખાતે વરસાદને લઈ પ્રતિક રુપે સભાખંડ ખાતે પ્લેકાર્ડ અને વિવિધ બેનરો સાથે રોટરી કલબ ઓફ પાટણ અને અખિલ હિન્દ મહિલા પરિષદ પાટણના સંયુકત ઉપક્રમે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનું પ્રસ્થાન રોટરી કલબ ઓફ પાટણના પ્રમુખ દવારા લીલીઝંડી આપીને કરાવવામાં આવ્યું હતું.
બઘિર લોકોને બોલતા સમાજમાંથી પ્રેમ હૂંફ મળે અને સામાન્ય લોકોની જેવો જ બઘિર લોકો પ્રત્યે વ્યવહાર સમાજ કરે તથા બઘિરોને પડતી મુશ્કેલીઓથી સામાન્ય સમાજ વાકેફ બને તે હેતુથી દર વષે વિશ્વમાં તા.ર૩ થી ર૯ સપ્ટેમ્બર વલ્ડ ડેફ (વિશ્વ બધિર) પખવાડિયા તરીકે ઉજવાય છે.
આ ઉજવણીના ભાગરૂપે મૂક બધિર યુવક મંડળ-પાટણ દ્વારા બધિર લોકોની એક રેલી તા.ર૬/૦૯/ર૦ર૧ રવિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્રસ્થાન બહેરા-મૂંગા શાળાથી બગવાડા દરવાજા સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદને લઈ જાહેરમાર્ગ પર રેલીનું આયોજન મોકુફ રાખી પ્રતિક રુપે શાળા ખાતે વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં બેનર્સ, પ્લેકાર્ડ દ્વારા બધિર એવાં પાટણ ના દિવ્યાંગ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે બહેરા મુંગા શાળાના ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ર૬મી સપ્ટેમ્બરના દિવસે વલ્ર્ડ ડેફ ડે તરીકે ઉજવાય છે જેના ભાગરુપે પાટણમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. જેનો મુખ્ય આશય મુકબધીર લોકોએ સાંસ્કૃતિક, ખેલકૂદ અને શૈક્ષાણિક ક્ષોત્રે જે સિધ્ધીઓ હાંસલ કરી છે તેનાથી અન્ય મુકબધીર લોકો પ્રેરણા લઈ સમાજમાં જીવતા અન્ય લોકોની જેમ તેઓને પણ હુંફ અને પ્રેમ મળી રહે તેવા શુભ આયશથી વલ્ર્ડ ડેફ ડેની ઉજવણી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.