પાટણ : નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની યોજાઈ લેખિત પરીક્ષા

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં પ્રવેશ માટે આજે બુધવારે પાટણ જિલ્લા માં ૩૦ પરીક્ષા કેન્દ્રો ખાતે લેખિત પરીક્ષા યોજાઇ હતી ત્યારે વૈશ્વિક કોરોના મહામારીના પગલે અને સરકારની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી સેનેટાઈઝર વડે હાથ સાફ કરાવી પરીક્ષા ખાંડ માં વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો જેમાં વિધાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા આપી હતી.

મળતી માહિતી મુજબ ચાણસ્મા ના લણવા ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય લણવામાં ધો . ૬ માં પ્રવેશ માટે આજે બુધવારે પ્રવેશ પરિક્ષાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષામાં ૪૬૮૬ છાત્રોએ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ૩૮૧૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૮૭૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

નવોદય વિદ્યાલય ની પરીક્ષા માટે પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, સરસ્વતી, હારીજ , સમી , શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાની વિવિધ શાળાઓના ૩૦ સેન્ટરો પર ૪૦૦ બ્લોકમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવનાર છાત્રોને ધો .૬થી ૧ર સુધી રહેવા, જમવા, ભણવાની ફ્રી સુવિધા પૂરી પાડવામાં આવે છે . કુલ બેઠકોના ૮૦ ટકા સીટો પર ગ્રામ્ય વિસ્તારના બાળકોને અને ર૦ ટકા બેઠકો પર શહેરી વિસ્તારના બાળકોને પ્રવેશ આપવામાં આવતો હોય છે.