Philippines
ફિલિપાઈન્સ (Philippines)માં એક કંપનીએ ઝૂમ એપ પર એક મીટિંગનું આયોજન કર્યું હતું. આ મીટિંગ દરમિયાન કંપનીના એક અધિકારી પોતાની સેક્રેટરી સાથે સેક્સ કરતા ડિકોડ થયા. ત્યારબાદ હવે આ અધિકારીને નોકરીમાંથી મૂકવામાં આવ્યાં છે.
માહિતી મુજબ ફાતિમા ડોસ વિલેજ કાઉન્સિલે ઝૂમ એપ પર રેગ્યુલર ઓનલાઈન બિઝનેસ મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં તેમના બોસ પણ સામેલ હતાં. મીટિંગમાં સામેલ કાઉન્સિલ મેમ્બર્સ તે સમયે ચોંકી ગયા જ્યારે તેમણે મીટિંગમાં સામેલ એક અધિકારીને રૂમની બીજી બાજુ જતા જોયા. ત્યારબાદ તેઓ એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવવા લાગ્યા હતાં. એટલુંજ નહિ પરંતુ પાછળથી ખબર પડી કે તે મહિલા તેમની સેક્રેટરી હતી. જ્યારે તે અધિકારીનું નામ જીસસ એસ્ટિલ છે.
આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ફિલિપાઈન્સના એક પત્રકાર એરવિન ટુલ્ફોએ બે દિવસ પહેલા શેર કર્યો હતો. સ્ટાફના જ એક સભ્યે દ્રશ્ય રેકોર્ડ કરી લીધુ અને વીડિયો આખરે વાયરલ થઈ ગયો. જેના કારણે કેટલાક લોકોએ અધિકારીને નોકરીમાંથી તગેડી મૂકવાની અરજી દાખલ કરી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.