PM Cares Fund
PM Cares Fund ના પૈસાને National Disaster Response Force (NDRF)માં ટ્રાન્સફર કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ થયેલી અરજી ફગાવી દીધી. કોરોના મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકાર તરફથી PM Cares Fund ટ્રસ્ટની રચના કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે પીએમ કેયર્સ ફંડ પણ ચેરિટી ફંડ જ છે. આ દ્રષ્ટિથી રકમ ટ્રાન્સફર કરવાની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઇપણ વ્યક્તિ કે સંસ્થા NDRFમાં રકમ દાન કરી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પીએમ કેર્સ ફંડ બનાવવા પર રોક નથી. રાષ્ટ્રીય કે રાજ્ય આફત સમયે પીએમ કેર ફંડ બીજા ફંડ પર રોક લગાવતા નથી. લોકો તે ફંડમાં સ્વેચ્છાએ દાન કરી શકે છે. તેથી આ તમામ પૈસા NDRFમાં ટ્રાન્સફર કરવાની માગણી સુનાવણી યોગ્ય નથી. કેન્દ્ર સરકારે આ મામલે દાખલ જનહિત અરજી ફગાવવાની માગણી કરી હતી.
તો કેન્દ્ર સરકારે 8 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટની સમક્ષ અરજી કરી પોતાની એફેડેવિટમાં આ તર્કને નકારી દીધો હતો. સરકારે કહ્યું હતું કે પીએમ કેયર્સ ફંડ રાહત કામ કરવા માટે સ્થાપિત એક ફંડ છે અને ભૂતકાળમાં તેના તર્જ પર કેટલાંય આવા ફંડ બની ચૂકયા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.