Ayurveda Institute
ગુજરાતમાં આજે ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરમા આયુર્વેદ યુનિવર્સિટી (Ayurveda Institute) ના રિસર્ચ સેન્ટરનું તેઓ ઈ-લોકાર્પણ કરશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે. આમ, ધનતેરસના દિવસે પ્રધાનમંત્રી ગુજરાતને અનોખી ભેટ આપશે.
આજના 5મા આર્યુવેદ દિવસ (ayurveda divas) પર ભવિષ્ય માટે તૈયાર આર્યુવેદ સંસ્થાનને પીએમ મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. આયુષ મંત્રાલય 2016 થી દર વર્ષે ધન્વન્તરી જયંતી (ધનતેરસ)ના અવસર પર આયુર્વેદ દિવસ ઉજવે છે.
આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ
ITRA જામનગર અને નેશનલ આયુર્વેદ ઈન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ અને અનુસંધાન સંસ્થા છે. COVID-19 ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 5મા આયુર્વેદ દિવસને મોટાપાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉજવવામા આવી રહ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.