Bihar Election માં બીજા તબક્કાનું મતદાન ચાલુ છે.

આ બાજુ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ આજે બિહારના ફરબિસગંજમાં એક ચૂંટણી રેલી સંબોધી.

તેમણે કહ્યું કે પહેલા તબક્કાના મતદાન અને આજે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ એક વાત સ્પષ્ટ છે કે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારમાં એકવાર ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે.

બિહારની પવિત્ર ભૂમિએ નક્કી કરી લીધુ છે કે બિહારને નવી ઊંચાઈ પર લઈ જઈશું. બિહારની જનતાએ ડબલ ડબલ યુવરાજોને નકાર્યા છે. બિહારમાં એક કહેવત છે કે ‘સબકુછ ખૈની, ભૂંજા ભી ચબૈની’ એટલે કે બધુ ખોઈ નાખ્યા બાદ ભૂંજા પર નજર છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

કેટલાક લોકો બિહારમાં આટલું ખાઈ ગયા બાદ પણ રાજ્યને લાલચની નજરે જોઈ રહ્યા છે. પરંતુ બિહારની જનતા જાણે છે કે કોણ બિહારના વિકાસ માટે કામ કરશે અને કોણ પોતાના પરિવારના વિકાસ માટે કામ કરશે.

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને એવી પરેશાની છે કે મોદી ચૂંટણી કેમ જીતે છે. મોદી ચૂંટણી એટલા માટે જીતે છે કારણ કે માતાઓ અને મહેનોની ચિંતા દૂર કરવાનું કામ મોદી કરે છે. આથી માતાઓ મોદીને આશીર્વાદ આપે છે. આથી આ ગરીબનો પુત્ર, ગરીબોની સેવામાં પોતાનું જીવન ખપાવતો રહે છે. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024