- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેક્સ પ્રણાલીને નાગરિક કેન્દ્રિત બનાવવાનો ઉલ્લેખ કરતા બુધવારે જણાવ્યું હતું કે દેશમાં ઘણા બધા લોકો દ્વારા ટેક્સ નહીં આપવાનો ભાર ઇમાનદાર કરદાતા પર પડે છે. આવામાં દરેક ભારતીયએ આ વિષય પર આત્મમંથન કરીને ઇમાનદારીથી ટેક્સ આપવો જોઈએ. એક કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે જ્યારે ઘણા બધા લોકો ટેક્સ નથી આપતા, ટેક્સ નહીં આપવાની રીત શોધી લે છે, તો તેનો ભાર એ લોકો પર પડે છે જે ઇમાનદારીથી ટેક્સ ચૂકાવે છે. જેથી હું આજે દરેક ભારતીયને આ વિષયમાં આત્મમંથન કરવાનો આગ્રહ કરીશ. શું તેમને આ સ્થિતિ સ્વિકાર છે?
- નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 1.5 કરોડથી વધારે કાર વેચાઈ છે. ત્રણ કરોડથી વધારે ભારતીય વેપારના કામથી કે ફરવા માટે વિદેશ ગયા છે પણ સ્થિતિ એવી છે કે 130 કરોડથી વધારે લોકોના દેશમાં ફક્ત 1.5 કરોડ લોકો જ ટેક્સ આપે છે. તેમણે કહ્યું હતું કે હું બધા દેશવાસીઓને આગ્રહ કરીશ કે તે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનારને યાદ કરતા આ વિશે સંકલ્પ કરે અને વચન લે કે ઇમાનદારથી જે ટેક્સ બનતો હશે તે આપીશ.
- વધુમાં પીએમે જણાવ્યું હતું કે એક નાગરિક તરીકે દેશ આપણને જે કર્તવ્યો નિભાવવાની અપેક્ષા કરે છે તે જ્યારે પૂરા થાય છે તો દેશને પણ નવી ઉર્જા અને નવી તાકાત મળે છે. આ નવી ઉર્જા અને નવી તાકાત ભારતને આ દશકમાં નવી ઉંચાઈઓ પર લઈ જશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News