- ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)ની 1734 ગેરકાયદેસર કૉલોનીઓને નિયમિત કરવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નો ધન્યવાદ વ્યક્ત કરવા માટે રામલીલા મેદાન (Ramleela Maidan)માં આયોજન કર્યું છે.
- ધન્યવાદ રેલીમાં વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરતાં પહેલા નારો લગાવ્યો કે, વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે. નોંધનીય છે કે, આ રેલીના માધ્યમથી વડાપ્રધાન મોદી દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) માટે પાર્ટીંના અભિયાનનું બ્યૂગલ પણ ફુંકશે. CAA વિરોધ પર PM મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, મોદીનું પૂતળું સળગાવવું હોય તો સળગાવો, દેશની સંપત્તિ ન સળગાવો.
- રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, વિવિધતમાં એકતા જ આપણા દેશની વિશેષતા છે.
- ગેરકાયદેસર કૉલોનીઓમાં રહેતા 40 લાખ લોકોને જીવનમાં નવું પ્રભાત આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, રામલીલી મેદાન અનેક ઐતિહાસિક અવસરનું સાક્ષી રહ્યું છે, મને સંતોષ છે કે દિલ્હીના 40 લાખ લોકોના જીવનમાં નવું પ્રભાત લાવવાનો અવસર મને અને બીજેપીને મળ્યો છે.
- ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ગેરકાયદેસર કૉલોનીઓને નિયમિત કરવાથી લગભગ 40 લાખ લોકોને માલિકી હક મળવાનો રસ્તો મોકળો થઈ ગયો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.