Justice for SSR
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ પણ સામેલ થઇ ચુકી છે તેમજ નારકોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પણ પોતાના તપાસ કરી રહ્યા છે. સુશાંતની સીબીઆઇ ટીમની તપાસના રિપોર્ટમાં વિલંબ થઇ રહ્યો છે. સુશાંતનો વિસરા રિપોર્ટ અને અટોપ્સીના ફાઇનલ રિપોર્ટ વિશે પણ જાણ નથી. સુશાંતના પિતા કેકે સિંબે દ્વારા સીબીઆઇ રિપોર્ટમાં વિલંબ થવા પર સવાલ ઉઠાવ્યો છે.
સુશાંતના મુંબઇના ઘરની પાસે તેમજ અલગ અલગ સ્થળોએ પોસ્ટર લગાડવામાં આવ્યા છે. સુશાંત ડેથ મિસ્ટ્રી અને સુશાંત સિંહ રાજપૂત કેસના ઝડપી નિકાલ માટે પોસ્ટર લગાડવામાં આવ્યા છે. શનિવારે રાતના મુંબઇના અલગ-અલગ સ્થળમાં જસ્ટિસ ફોર એસએસઆર (Justice for SSR) ના પોસ્ટર લગાડવામાં આવ્યા છે.
આ પણ જુઓ : ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સુરક્ષા વધારાઈ, અમદાવાદ-ઉદેપુર હાઇવે 36 કલાકથી બ્લોક
આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, હું તમારામાંનો જ એક હતો. શું તમે ન્યાય ડિઝર્વ કરો છો ? તો પછી હું પણ કરું છું. જસ્ટિસ ફોર એસએસઆર.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.