પાટણ શહેરના કોલેજ રોડ થી કોલેજ કેમ્પસમાં જવા માટે રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ અંડરબ્રિજમાં વિદ્યાર્થીઓ અને લોકોની અવરજવર માટે અંડર બ્રિજ મા ફૂટપાથ બનાવવામાં આવેલ ન હોય અહીંથી પસાર થતાં છાત્રો અને શિક્ષકો સૌને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હોય છે.
તેમજ આસપાસના ચાલવાની અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓ જીવનું જોખમ લઈને બ્રિજની ઉપરની બાજુએ રેલવે દ્વારા બનાવાયેલ દિવાલ ઓળંગીને જવાની ફરજ પડી રહી હોઈ આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત પાટણ કોલેજ કેમ્પસના મેનેજમેન્ટ દ્વારા કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રિજની ઉપર ફૂટ બ્રીજ બનાવવામાં આવે તે માટે પાટણ જિલ્લા કલેકટરને પત્ર લખી વડાપ્રધાન, રેલવે મંત્રી, સાંસદ સભ્ય અને ધારાસભ્યને પણ આ અંગે પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
પાટણની લોકપ્રિય ચેનલ પીટીએન ન્યુઝ દ્વારા આ અંગેના સૌપ્રથમ ન્યુઝ પ્રસારિત કરાતા જિલ્લા વહીવટી તંત્ર અને કોલેજ મેનેજમેન્ટ સફાળું જાગ્યું છે અને રજૂઆતોનો દોર શરૂ થવા પામ્યો છે.