રાધનપુર : કોરોના વોરિયર્સોને કરાયા સન્માનિત

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોરોના માં સારી કામગીરી કરનાર આરોગ્ય કર્મચારી એનજીઆે અને પોલીસ કર્મીનું સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા યુવા મોરચા દ્વારા અને રાધનપુર તાલૂકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૈશ્વિક કોરોના મહામારી દરમ્યાન મુસીબતના સમયમાં લોકોના જીવ બચાવનાર આરોગ્ય કર્મીઓ, સેવાભાવી,સ્વૈચચીક સંગઠનોના કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પાટણ જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ કૌશલ જોશી અને તેમની ટીમના સભ્યો સહિત માજી ધારાસભ્ય લિવગજી સોલંકી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ની ઉપિસ્થતિમાં કોરોના વોરિયસૉને સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.