રાધનપુર : પ્રાદેશિક કમિશ્નરના પ્રતિનિધિની હાજરીમાં કરાયો હોબાળો

રાધનપુર નગરપાલિકામાં સફાઈ કામદારનો હોબાળો પ્રાદેશિક કમિશનર ના પ્રતિનિધિ ની હાજરીમાં થયો હતો. આ હોબાળો ૧૬ કર્મચારીઓની ભરતીને લઈ વિવાદ બે મહિનાથી સફાઈ કામદારો કરી રહયા છે

ત્યારે આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થતા અને તહેવારોના ટાઈમે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરનું એક હથુ શાસનને લઈને રાધનપુર નગરની પ્રજાજનો પીડાઈ રહી છે.

ગુજરાતમાં ભાજપની સરકાર હોઈ અને ચીફ ઓફિસર પોતાની મનમાની ચલાવતા હોય તેવી પરિસ્થિતિની અંદર રાધનપુર ની જનતા આજે ચાલી રહેલા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પીડાઈ રહી હોવાનું જણાઈ રહયું છે.