રાધનપુર : ભૂમાફિયાઓમાં ફેલાયો ફફડાટ

- Advertisement -

This browser does not support the video element.

પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વ્રારા ભુમાફિયા વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ના માર્ગદર્શન હેઠળ,પરેશ પટેલ ની સૂચના અનુસાર રાધનપુર વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે ખાણ ખનીજની ટીમે અચાનક રેડ કરતા ભુમાફિયા ઓ માં ફફડાટ જોવા મળ્યો હતો

ત્યારે રાધનપુર હાઇવે ઉપર થી ખાણ ખનીજ વિભાગના પરેશ પટેલ દ્વ્રારા બે ટ્રકો પકડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આવી કાર્યવાહી થતા ભુમાફિયામાં ફડફડાટ જોવા મળ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાં રેતી અને માટી ચોરી સહિત ઓવરલોડ ડમ્પર દોડતા હોય છે તેને લઈને ખાણ ખનીજ વિભાગ હરકતમાં આવી રાધનપુર હાઇવે ઉપરથી ખાણ ખનીજ વિભાગએ સપાટો બોલાવતાં ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.