- અતિભારે વરસાદને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
- આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
- ગુજરાતના 74 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો,
- વલસાડમાં 10 ઈંચ વરસાદ
ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચથી સહિત તમામ તાલુકામાં સારો વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (14મી જુલાઈ) રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટ ઉદેપુર, નર્મદા, સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મળીને કુલ 18 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.