રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો છે. અન્ય 7 તાલુકાઓમાં 1 MM થી 6 MM સુધીનો વરસાદ નોંધાયો છે.આજે પણ રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે. હવામાન વિભાગે બુધવારે કરેલી આગાહી પ્રમાણે આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં આજે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.