આપણા ગુજરાતની ઓળખ નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અને વર્તમાન પરિસ્થિતિ મુજબ નવરાત્રીના દિવસોમાં પણ વરસાદ આવવાની શકવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેના કારણે નવરાત્રીના રસિકોમાં ચિંતાનો મોહોલ તો છે જ પરંતુ આયોજકોમાં પણ ચિંતાનો વિષય જોવા મળી શકે છે.
નવરાત્રીના નવ દિવસની રાહ ખેલૈયાઓ આતુરતા પૂર્વક જોતા હોય છે. અને તેમા પણ યુવાનો તો તેની તૈયારીઓ એક મહિના અગાઉથી જ શરુ કરી દેતા હોય છે અને તેવી જ રીતે આયોજકો પણ સ્પોન્સરો દ્વારા લાખો રુપિયાનું રોકાણ પણ કરતા હોય છે. અને તેમ જ કલાકારોનું પણ એડવાન્સ બુકિંગ કરતા હોય છે.
જો વરસાદનુ વિધ્ન નડે તો આયોજકો મંદીના માહોલમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. ગરબાના આયોજક આનંદ દોશીઅએ જણાવ્યુ હતુ કે આ વર્ષે વરસાદનો વિધ્ન નડી શકે તેમ છે અને તેમા પણ બજારમાં મંદીનો માહોલ હોવાના કારણે સ્પોન્સર પણ મળવા મુશ્કેલ બની રહ્યા છે પરંતુ એડવર્ટાઈમેન્ટના અનુભવના કારણે અમને કોઈ તકલીફ નથી પરંતુ નવા આયોજકો માટે કરપો સમય છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.