101 taluka
- છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 101 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે.
- સૌથી વધુ વરસાદની વાત કરીએ તો દ્વારકાના કલ્યાણપુરમાં 3.75 ઈંચ વરસાદ પડ્યો છે.
- જ્યારે ખંભાળિયામાં 2.75 ઈંચ વરસાદ ખાબક્યો છે.
- તો દાહોદના લીમખેડા અને ભાણવડમાં 2.5 કલાકમાં 3 ઈંચ વરસાદ થયો.
- જ્યારે જામનગરના લાલપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.
- સવારના 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 101 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે.
- હિંમતનગર શહેરની વાત કરીએ તો પોશીના પંથકમાં બે દિવસથી વરસાદી માહોલ છે.
- તથા વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છે જ્યારે બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

- તેમજ કેશોદમાં પણ સતત 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે.
- આ સાથે નજીકના ગ્રામવિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો છે.
- જ્યારે દહેગામ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ થયો છે.
- જેથી સુકાતી ખેતીને જીવતદાન મળતા જગતનો તાત ખુશ થયો છે.
- તો આ સિવાય શામળાજી અને માલપુર પંથકમાં વરસાદ નોંધાયો છે.
- જેના કારણે મકાઈ અને મગફળીના પાકને જીવતદાન મળ્યું છે.
- ઉપરાંત, કચ્છ જિલ્લામાં અબડાસા, નલિયા, કોઠારા, ધુફી, જગડીયામાં વરસાદ થયો છે.
- આ સિવાય અરવલ્લી, ઊંઝામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow