Rajasthan

Rajasthan

રાજસ્થાન (Rajasthan) જોધપુરના બનાડમાં પોતાની પત્નીએ જ પતિને બેરહેમીથી મારી નાખવાની ઘટના સામે આવી છે. આ મામલામાં બાળ લગ્નના 7 વર્ષ બાદ પોતાની સમલૈંગિક પત્નીને સાસરે આવવા માટે પતિ દબાવ કરવા લાગ્યો. જેથી તેની પત્નીએ પોતાની બહેનો સાથે મળીને ખૌફનાક ષડયંત્ર રચી દીધું.

ચરણ સિંહની પત્ની સીમા પુરૂષોથી સખ્ત નફરત કરતી હતી. સીમાએ ચરણસિંહને જોધપુરના બનાડમાં પોતાના ભાડાના મકાનમાં બોલાવ્યો અને તેની સાથે પગફેરા માટે પ્રેમથી વાત કરી. આ દરમિયાન સીમાની બહેનોએ ચરણસિંહને જ્યૂસમાં નશીલો પદાર્થ ભેળવીને પીવરાવ્યો અને ત્યારબાદ કેટલાક ઇન્જેક્શન પણ લગાવતા ચરણસિંહ બેભાન થઈ ગયો અને શ્વાસ પણ બંધ થઇ ગયા.

આ પણ જુઓ : PMO એ 15મી ઑગસ્ટ પર દેશવાસીઓ પાસે માંગ્યું આ વચન

પતિના મર્યા બાદ પણ સીમાનો ગુસ્સો શાંત ના થયો, તો તેણે બાથરૂમમાં ચરણસિંહના મૃતદેહને લઇ જઇને ઇલેક્ટ્રિક કટરથી તેના અંગ કાપ્યા અને બાદમાં પોલિથીનમાં ભરીને તેને અલગ અલગ જગ્યાએ સીવેજમાં નાંખ્યા. આ ખુલાસો જોધપુર પોલીસે ગુરૂવારના કર્યો છે.

રાજસ્થાન (Rajasthan) જોધપુર કમિશ્નરેટ ડીસીપી ધર્મેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે, સીમા, તેની બહેનો પ્રિયંકા, બબીતા અને બહેનોનો એક મિત્ર ભીયારામ જે આ ઘટનામાં તેમનો સહયોગી હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક કટર પણ પોલીસે જપ્ત કર્યું છે. ચરણ સિંહના શરીરના કેટલાક ભાગ તો નથી મળ્યા, તેની શોધ ચાલી રહી છે.

આ પણ જુઓ : Prashant Bhushan કોર્ટના તિરસ્કારના કેસમાં દોષિત, 20મી ઑગષ્ટે સજાની સુનાવણી

શુક્રવારના તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસ રિમાન્ડ માંગવામાં આવશે. તેમજ પુછપરછમાં એ સામે આવ્યું કે સીમાના અનેક છોકરીઓ સાથે સંબંધ હતા અને તે પુરૂષોને સખ્ત નફરત કરતી હતી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024