રાજકોટ ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. વોર્ડ નં.1ના ભરતભાઇ શિયાળ અને વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
ફોર્મની તપાસમાં જાણવા મળ્યું છે કે, વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાને 3 પુત્ર હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. જ્યારે ભરતભાઈ શિયાળને મેન્ડેટ જ મળતા તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
હવે વોર્ડ નં.4માં નારણભાઇ સાવસેતાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રામભાઇ ઝીલરીયા ચૂંટણી લડશે. કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ થતા 72માંથી 71 ઉમેદવાર ચૂંટણી લડશે.
વોર્ડ નં. 4ના કોંગ્રેસના ઉમેદવાર નારણભાઇ સાવસેતાનું ફોર્મ રદ થતા તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે 3 સંતાન હોવાથી ફોર્મ રદ થયું છે. ડમી ઉમેદવાર રામભાઇ આહીરનું ફોર્મ માન્ય રહ્યું છે. અમે પુરા જોશથી ચૂંટણી લડીશું અને વોર્ડ નં.4માં અમારા ચારેય ઉમેદવારો જીતશે.
ભરતભાઇએ ફોર્મ રદ થતા જ ચાલતી પકડી હતી.