- ભારતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ રતન ટાટાએ વેલેન્ટાઇન ડેના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની લવ સ્ટોરી વિશે જણાવતાં કહ્યું કે ગ્રેજ્યુએશન બાદ લૉસ એન્જેલસમાં કામ કરતી વખતે તેમના લગ્ન લગભગ થઈ જ ગયા હતા. નોંધનીય છે કે રતન ટાટાએ પોતાની જિંદગી, માતા-પિતાના છૂટાછેડા, દાદી સાથે પસાર કરેલા દિવસો, તેની સારી શીખામણો, કૉર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ, પ્રેમ અને ત્યાં સુધી કે તેમના સંબંધો કેમ તૂટી ગયા જેવા અનેક મુદ્દાઓ પર ફેસબુક પેજ હ્યૂમન્સ ઑફ બોમ્બે સાથે વાતચીત કરી.
- હ્યૂમન્સ ઑફ બોમ્બે સાથે ત્રણ સીરીઝવાળી આ વાતચીતમાં જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રહેલા રતન ટાટાએ જણાવ્યું કે આર્કિટેક્ચરમાં ગ્રેજ્યુએશન કરતાં તેમના પિતા નારાજ થઈ ગયા. તેથી રતન ટાટા લૉસ એન્જેલસમાં નોકરી કરવા લાગ્યા હતા.ત્યાં તેમણે બે વર્ષ સુધી કામ કર્યું. તે દિવસોને યાદ કરતાં રતન ટાટા કહે છે કે તે વખતનો સમય ખૂબ સારો હતો – મૌસમ ખૂબ ખુશનુમા હતો, મારી પાસે મારી ગાડી હતી અને મને પોતાની નોકરી સાથે પ્રેમ હતો. લૉસ એન્જેલસમાં રતન ટાટાને પ્રેમ થયો અને તેઓ એ યુવતી સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ અચાનક તેમણે ભારત પરત આવવું પડ્યું કારણ કે તેમની દાદીની તબીયત ઠીક નહોતી.…અને પછી રતન ટાટાના લગ્ન વચ્ચે અડચણી બની ભારત-ચીન લડાઈરતન ટાટાને એવું લાગ્યું હતું કે જે મહિલાને તેઓ પ્રેમ કરે છે તે પણ તેમની સાથે ભારત સાથે આવશે. પરંતુ 1962ની ભારત-ચીન લડાઈના કારણે તેમના માતા-પિતા તે યુવતીના ભારત આવવાના પક્ષમાં નહોતા અને આ કારણે તેમનો સંબંધ તૂટી ગયો.
- રતન ટાટા પોતાના નાનપણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે તેમનું નાનપણ ખૂબ જ સારું પસાર થયું, પરંતુ માતા-પિતાના અલગ થવાથી અને તેમને અને તેમના ભાઈને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. વાતચીત દરમિયાન રતન ટાટાએ પોતાની દાદીને પણ યાદ કરતાં જણાવ્યું કે મને આજે પણ યાદ છે કે કેવી રીતે બીજા વિશ્વ યુદ્ધ બાદ તેઓ મને અને મારા ભાઈઓને ઉનાળાની રજાઓ માટે લંડન લઈને જતા રહ્યા હતા. હકીકતમાં ત્યાં જ તેઓએ અમારા જીવનના મૂલ્યો વિશે સમજાવ્યું. તેઓ અમને જણાવતા હતા કે આવું ન કહો કે આ વિશે શાંત રહો અને આ પ્રકારે અમારા મનમાં એવો વાત મૂકી કે પ્રતિષ્ઠા સૌથી ઉપર છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News