Ration Card

  • લોકો માટે રેશન કાર્ડ (Ration Card) ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે.
  • ખાસ કરીને એવા સમયે જ્યારે લૉકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર આ કાર્ડ દ્વારા અનાજના વિતરણ માટે મોટા પાયે કામ કરી રહી છે.
  • જેથી કોઈ ગરીબ ભૂખ્યા ન રહે.
  • આ સિવાય ઘણી સરકારી યોજનાઓમાં રેશન કાર્ડ (Ration Card) હોવું ફરજિયાત છે.
  • આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે, મહત્વપૂર્ણ દસ્તાવેજો હંમેશાં અપડેટ કરવામાં આવે જેથી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાય.
  • તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રેશન કાર્ડ’ (One Nation One Ration Card) લાગૂ કરવાની જાહેરાત કરી છે.
  • તેના અમલ બાદ કોઈપણ રેશન કાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્યમાંથી રેશન મેળવી શકશે.
  • જેથી આપણને જાણવું જરૂરી છે કે રેશન કાર્ડમાં જો પરિવારના કોઈ સભ્યનું નામ બાકી છે, તો તેને ઘરે બેઠા કેવી રીતે અપડેટ કરવું.
  • રેશન કાર્ડ્સ ઓનલાઇન અથવા ઓફલાઇન અપડેટ કરી શકાય છે.
  • જો તમે રેશન કાર્ડમાં કોઈ બાળકનું નામ ઉમેરવા માંગતા હો, તો ઘરના વડાનું રેશનકાર્ડ હોવું ફરજિયાત છે.
  • તેની ફોટોકોપી અને અસલ હોવું જોઈએ.
  • આ સિવાય બાળકનો જન્મ પ્રમાણપત્ર, માતાપિતાના આધારકાર્ડ પણ હોવા જોઈએ.
  • જો ઘરમાં લગ્ન પછી પુત્રવધૂનું નામ રેશન કાર્ડ (Ration Card) માં ઉમેરવું હોય તો, આ માટે તમારે સ્ત્રીનું આધારકાર્ડ, લગ્નનું પ્રમાણપત્ર, પતિના રેશન કાર્ડની ફોટોકોપી અને અસલ નકલ હોવી જોઈએ.
  • આ ઉપરાંત માતા-પિતાના ઘરે જે રેશન કાર્ડ હતું તે નામ કાઢી નાખવા માટેનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.
  • રેશન કાર્ડ (Ration Card) માં કોઈ માહિતી અપડેટ કરવા માટે, સંબંધિત રાજ્યના ખાદ્ય પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • પ્રથમ વખત, તમારે આ વેબસાઇટ પર લોગ ઇન આઈડી બનાવવું પડશે, જે થોડીવારમાં પુરૂં થઈ જશે.
  • લોગઇન કર્યા પછી, તમારી પાસે આ વેબસાઇટના હોમપેજ પર નવા સભ્યનું નામ ઉમેરવાનો વિકલ્પ હશે.
  • આ વિકલ્પ પર ક્લિક કર્યા પછી એક નવું ફોર્મ ખુલશે.
  • આ ફોર્મમાં, તમારે નવા કુટુંબના સભ્યોની સંપૂર્ણ માહિતી સચોટપણે ભરવાની રહેશે.
  • આગળના સ્ટેપમાં, આ ફોર્મની સાથે, તમારે ઉપરોક્ત તમામ દસ્તાવેજોની સ્કેન કોપી પણ અપલોડ કરવાની રહેશે.
  • આ પછી ફોર્મ જમા કરાવવું પડશે.
  • ફોર્મ સબમિટ થયા પછી, તમને રજિસ્ટ્રેશન નંબર મળશે.
  • જેના દ્વારા તમે આ વેબસાઇટ પર લોગઇન કરી ફોર્મને ટ્રેક કરી શકો છો.
  • આ ફોર્મ અને દસ્તાવેજોની અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવશે.
  • જો તમે આપેલી બધી માહિતી સાચી છે, તો આ ફોર્મ સ્વીકારવામાં આવશે
  • તથા રેશન કાર્ડ પોસ્ટ દ્વારા તમારા સરનામાં પર મોકલવામાં આવશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024