સરસ્વતી તાલુકાના જંગરાલ ગામના દાતાશ્રી દ્વારા રાશનકીટ અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

Saraswati
- Advertisement -

This browser does not support the video element.

Saraswati

સરસ્વતી (Saraswati) તાલુકાના જંગરાલ ગામે અમદાવાદના વકીલ અને જંગરાલના વતની દાતાશ્રી મનુભાઈ બારોટ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે ધાબળા અને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, શિયાળાના દિવસો શરૂ થઈ ગયા છે ત્યારે જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણનું આ કાર્ય આવકારદાયક છે. દાન એ ઉપકાર નહીં પણ મનનો ભાવ છે અને આવા સદભાવ થકી દાતાશ્રીનો સંવેદનાપૂર્ણ અભિગમ પ્રેરણારૂપ છે.

આ પણ જુઓ : મેડિકલ ક્ષેત્રે લેવાયેલ નિર્ણયના વિરોધમાં આજે ડૉકટરોની હડતાળ

Saraswati

કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને અભિનંદન આપતાં વિધાનસભા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષાએ સોશિયલ ડિસ્ટન્સના પાલન અને માસ્ક પહેરવા બાબતની જાગૃતિ ખરેખર સરાહનીય છે. આગામી સમયમાં રસી ઉપલબ્ધ થવાની છે ત્યારે કોવિડ-૧૯ મહામારીમાં સતત કાર્યરત રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને ત્યારબાદ ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જ કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે. કોરોના સામેની લડાઈમાં અત્યાર સુધી તંત્રને આપ્યો તેવો સહકાર નાગરીકો તરફથી ભવિષ્યમાં પણ મળી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો

શ્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રીશ્રી દ્વારા દેશભરમાં રસીકરણની સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પણ આ કામગીરી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે.

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી કે.સી.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી દશરથજી ઠાકોર સહિતના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, સરસ્વતી તાલુકા મામલતદારશ્રી એન.એસ.ડીયા તથા જંગરાલ ગામના જરૂરિયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.