કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.

ફાઈલ તસ્વીર
- Advertisement -

This browser does not support the video element.

મોટા ભાગ ના લોકોને ખબર નહિ હોય કે કાચી ડુંગળી પણસ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આપ સહુને જણાવાનું કે ગરમીમાં ડુંગળી ખાવાના અનેક ફાયદા હોય છે સામાન્ય રીતે કાચી ડુંગળીનું સેવન આપણે સલાડ તરીકે કરીએ છે.

કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. કાચી ડુંગળીમાં સલ્ફર, એમિનો એસિડ અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં રહેલા છે.

ગરમીમાં તમે ડુંગળી અને કાચી કેરી છીણીને અથવા ઝીણી સમારી એમાં મીઠું, જીરુ અને જોઈતું હોય તો લાલ મરચું ભભરાવી આ કચુંબર જમવાની સાથે લેઇ શકો છો. તે ઉપરાન્ત ફક્ત ડુંગળીનું કચુંબર પણ ખાઈ શકાય. દિવસમાં બે વાર પણ ખાઈ શકો છો. તો આજે આપણે જોઈએ ડુંગળી ખાવાથી શું ફાયદા થાય છે?

ફાઈલ તસ્વીર

ઉનાળામાં જેમ શરીરની ગરમી વધે છે એમ શરીરમાં ઍસિડિટી અને પિત્તનું પ્રમાણ પણ વધતું જાય છે, ઍસિડિટી અને પિત્તના લીધે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર આવવા જેવી અનેક સમસ્યાઓ થાય છે, અને આ સમસ્યાઓનું નિવારણ કાંદાથી લાવી શકાય.

ખૂબ તડકામાં જઈને આવીએ ત્યારે ક્યારેક નાકમાંથી નસકોરી ફૂટીને લોહી નીકળવાની તકલીફ થાય છે. આ તકલીફમાં પણ ડુંગળી લાભ આપે છે.

ફાઈલ તસ્વીર

નસકોરી ફૂટે ત્યારે જો કાચી ડુંગળી કાપીને એ સૂંઘવામાં આવે તો લોહી વહેતું રોકાય છે. ખરાબ ખાણીપીણી અને અનહેલ્ધી લાઇફસ્ટાઇલના કારણથી ખાસ કરીને લોકો કિડની સ્ટોનની સમસ્યાથી પીડાય છે. જેના માટે રોજ બે ચમચી ડુંગળીનો રસ પીઓ જોઇએ. ડુંગળીનો રસથી કિડનીમાં પથરીની સમસ્યાથી હંમેશા માટે રાહત મળે છે. કેન્સર જેવી ખતરનાક બીમારીથી બચવા માટે રોજ કાચી ડુંગળીનું સેવન કરવું જોઈએ જેમા રહેલા સલ્ફર શરીરમાંથી કેન્સરના સેલ્સ ખતમ કરવા માટે મદદરૂપ થાય છે. કાચી ડુંગળી કેન્સર માટે બેસ્ટ માનવામાં આવે છે.

કાંદામાં રહેલો સલ્ફર વાળને ખરતા અટકાવી નવો ગ્રોથ આપે છે. ડુંગળીનો રસ પણ વાળમાં લગાવી શકો છો. હેર ગ્રોથ માટે ડુંગળીનું તેલ ખૂબ લોકપ્રિય બની રહ્યું છે.

વિટામિન એ, સી અને ઈથી ભરપૂર એવી ડુંગળી નિયમિત ખાવાથી ચહેરા પર આવતી વૃદ્ધત્વની નિશાનીઓ એટલે કે કરચલીઓને પણ દૂર કરી શકાય છે. કાંદામાં રહેલું વિટામિન સી સ્કિનને ચમકદાર બનાવવા માટે ખૂબ મહત્વનું છે. કાંદામાં રહેલું સલ્ફરનું પ્રમાણ તેને ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી બનાવે છે. શરીરમાં જ્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય ત્યારે ડુંગળી ખાવાથી એ ટ્રીટમેન્ટ ઝડપી થાય છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News