HDFC

HDFC

રિઝર્વ બેન્કે ખાનગી ક્ષેત્રની બેન્ક એચડીએફસી (HDFC) બેન્કને નવી ડિજિટલ ઓફરો તથા નવા ક્રેડિટ કાર્ડ જારી કરવાનું કામચલાઉ રીતે અટકાવી દેવા સૂચના આપી છે. એચડીએફસી બેન્કના પ્રાઈમરી ડેટા સેન્ટરમાં ગયા મહિને વીજ પૂરવઠો ખોરવાઈ જવાની ઘટના બાદ રિઝર્વ બેન્કે આ નિર્ણય લીધો છે.

એચડીએફસી બેન્કના ગ્રાહકોએ છેલ્લા બે વર્ષ દરમિયાન બેન્કની ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ તથા પેમેન્ટ યુટિલિટીસ સેવામાં આઉટેજની અનેક ઘટનાઓના કરવા પડેલા સામના બાદ આ નિર્દેશ આવ્યો છે.

આ પણ જુઓ : ગુજરાત હાઈકોર્ટના માસ્કના આદેશ પર સુપ્રીમકોર્ટે પ્રતિબંધ લગાવ્યો

બેન્કે 2018ના નવેમ્બરમાં  મોબાઈલ એપ્લિકેશન અને ઈન્ટરનેટ બેન્કિંગને અપગ્રેડ કરતી વખતે  મોટા આઉટેજનો સામનો કર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2019માં મોટો આઉટેજ જોવાયો હતો, જેને લઈને આરબીઆઈએ તેની તપાસ માટે ખાસ ટીમ મોકલવાની ફરજ પડી હતી. 

એચડીએફસી બેન્ક દ્વારા જણાવાયું હતું કે બેન્કના હાલના ગ્રાહકોને તેમના વ્યવહાર ચાલુ રાખી શકે છે. એચડીએફસી બેન્ક દ્વારા એકસચેન્જ ફાઈલિંગમાં જણાવાયું હતું કે ડિજિટલ 2.0 કાર્યક્રમ હેઠળ ડિજિટલ વેપાર મેળવવા માટેની દરેક સૂચિત પ્રવૃત્તિઓ તેમજ નવા ક્રેડિટ કાર્ડ ગ્રાહકો મેળવવાની કામગીરી હાલ પૂરતી અટકાવી દેવા રિઝર્વ બેન્કે સૂચના આપી છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024