રેસિપી : રસગુલ્લા.

સામગ્રી :-

દૂધ 1 લિટર ,લીંબૂ-2 નાના સાઈજના ,પાણી – 4 નાની વાટકી, ખાંડ 2 નાની વાટકી.

રીત :-

  • લીંબૂમાંથી રસ કાઢી એક વાટકીમાં નાખો. વાટકીમાં જેટલો રસ છે તેટલું જ પાણી નાખો.
  • દૂધને ઉકાળી લો. પછી તેને 80 % જેટલુ ઠંડુ થવા માટે મુકો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં એક નાની ચમચી લીબુનો રસ લઈને દૂધમાં નાખી દો અને ચમચીથી હલાવતા રહો. આ રીતે બધો રસ દૂધમાં મિક્સ કરી લો. આમ દૂધ ફાટી જશે અને ફાટેલા દૂધમાંથી પનીર બની જશે.
  • એક સૂતી કાપડ લો. તેને એક વાસણમાં પાથરી દો તેના પર ફાટેલું દૂધ નાખો. પછી કપડાને બન્ને હાથથી ઉઠાવી ચારે તરફથી એક કરી લો,પછી કપડાને દબાવી-દબાવીને દૂધમાંથી પાણી કાઢી લો. એના પછી ફાટેલા દૂધ પર બે ગિલાસ પાણી નાખો.જેથી છેનાની ખટાશ દૂર થાય. પછી તેનામાંથી બધું પાણી બહાર કાઢી લો.છેનાને 5 મિનિટ સુધી હાથમાં નરમ કરો જેથી તે સ્પંજી બની જાય.છેનામાંથી તમે લીંબૂ જેટલા ગોળ રસગુલ્લા બનાવો.
  • એક કૂકરમાં ચાશની બનાવવા માટે 3 વાટકી ખાંડ અને 4 વાટકી પાણી નાખી દો. પછી તેને ઉકાળવા મુકી દો. . જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે રસગુલ્લાને કૂકરમાં નાખો ગૈસને મીડિયમ તાપ પર થવા દો. 20 મિનિટ પછી તાપ બંદ કરો. ઠંડા થયા પછી ફ્રિજમાં મુકી દો. તૈયાર છે તમારા રસગુલ્લા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here