Peanuts
5 દિવસ બાદ રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી (Peanuts) ની આવક શરૂ કરવામાં આવતા રેકોર્ડ બ્રેક 15,000 મગફળીની ગુણીની આવક થવા પામી છે. તો યાર્ડ ખુલતાની સાથે સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાના ખેડૂતો પોતાની મગફળીના વેચાણ અર્થે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે.
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળી (Peanuts) ની રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. જેના લીધે યાર્ડના સતાધીશો દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં મગફળીની આવક પર રોક લગાવવામાં આવે છે.
સવારના 8:30 કલાકે શરૂ થયેલી હરાજીમાં ખેડૂતોને 800થી લઇ 970 સુધીના ભાવ મળ્યા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ જ્યારથી યાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ છે ત્યારથી ખેડૂતો મગફળીના સારા ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે. પરંતુ ક્યારેય પણ ખેડૂતો ને 1100 રૂપિયાના ભાવ ચાલુ સીઝનમાં નથી મળ્યા.
ત્યારે રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં પાંચ દિવસ પૂર્વે પણ 2400 કવિન્ટલ મગફળીની આવક થવા પામી હતી. જે અંતર્ગત ઝીણી મગફળીનો ભાવ 530 થી 950 સુધીનો રહ્યો હતો. જ્યારે જાડી મગફળીનો ભાવ 750થી લઇ 954 સુધીનો રહ્યો હતો.
જો કે ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ થાય તે પહેલાં જ 15 દિવસ થી ખેડૂતો માર્કેટ યાર્ડમાં પોતાની મગફળી નું વહેચાણ કરી રહ્યા છે. ઑક્ટોબરથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નું રજીસ્ટ્રેશન શરૂ થશે. જે રજીસ્ટ્રેશન 20 ઑક્ટોબર સુધી યથાવત રહેશે. તો 21 ઑક્ટોબર થી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.