- ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતું હોય તેમ લાગી રહ્યું છે.
- સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર દર્દીઓ જીત્યા કોરોના સામે જંગ.
- આ ચાર દર્દીઓને 9 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
- ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સ્વસ્થ થવાનું પ્રમાણ વધતાં હવે એક્ટિવ કેસો ઝડપથી ઘટી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
- ગુજરાતના અનેક જિલ્લામાંથી લોકો કોરોનાસામે જંગ જીતી રહ્યા છે.
- તો આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
- આ ચાર દર્દીઓમાંથી એક સુરેન્દ્રનગર શહેરનો હતો.
- જયારે બાકીના ત્રણ સાયલા તાલુકાના હતા.
4 asymptomatic patients have been successfully discharged today as per ICMR guidelines. Wishing them good health. @pkumarias pic.twitter.com/e3ZW2halBC
— COLL SURENDRANAGAR (Hand Wash + Social Distancing) (@CollectorSRN) May 29, 2020
- સૂત્રો મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 33 કેસ નોંધાયા છે.
- આ કેસોમાંથી કુલ 14 લોકો સ્વસ્થ થઈ ગયા છે. અને એક વ્યક્તિનું મોત થયું છે.
- તેમજ અત્યારે 18 એક્ટિવ કેસ છે.
- આજે આવેલા એક કેસની માહિતી આપીએ તો , સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસૂતા મહિલાને કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
- પ્રસૂતા મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News