પાટણ શહેરમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળની ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સહિતની ટીમે ગુરૂવારના રોજ બપોરના સમયે પાટણ શહેરના જુનાગજ વિસ્તારમાં આવેલા જય જગદંબા આેઈલ ડેપોના ગોડાઉન ઉપર તેમજ વિર વિજય ટ્રેિડગ કુ. નામની દુકાન ઉપર આેિચતી રેડ કરી તપાસ હાથ ધરી વિવિધ માકા વાળા કુલ ર૬ તેલના ડબ્બા, જેની કિમત રૂપિયા ૬૪ હજારનો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી સેમ્પલ લઇ બરોડા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપી વેપારીઆે સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ આેફિસર વિજય ચૌધરીએ જણાવ્યું હતું.
આ બાબતે મળતી વિગતો અનુસાર, પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ આેફિસર વિજયભાઈ ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાંથી બજરંગ આેઈલ ઇન્ડસ્ટ્રીઝ માંથી કેટલોક તેલનો જથ્થો ભેળસેળ યુક્ત રવાના કરવામાં આવી રહ્યો છે.
જે જથ્થો પાટણ શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં આવેલ જય જગદંબા આેઈલ ડેપોના નયનભાઈ ખેમચંદભાઈ માખીઝાના ગોડાઉનમાં તેમજ લલીતભાઈ અંબાલાલ મોદીની વિર વિજય ટ્રેિડગ કુ. નામની દુકાનમા ઉતારવામાં આવનાર હોય જે બાતમીના આધારે છેલ્લા ત્રણ દિવસથી પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર ફુડ અધિકારી વિજય ભાઈ ચૌધરીએ જાતે સાયકલ ઉપર રેકી કરી ગુરૂવારના રોજ પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળ ઉપર આેિચતી રેડ કરી તપાસ કરતા મળેલી બાતમી અનુસાર બન્નો સ્થળ ઉપરથી કુલ ર૬ જેટલા શંકાસ્પદ તેલના ડબ્બામાંથી સેમ્પલ લઇ તમામ ડબાઆે કબ્જે કરી સેમ્પલ ને બરોડા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લોબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પાટણ ફુડ વિભાગના અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં તેલિયા રાજાઆેની દુકાન ઉપર અને ગોડાઉન ઉપર આેિચતી રેડ કરી તપાસ હાથ ધરી હોવાની ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા અન્ય ભેળસેળીયા વેપારીઆેમાં થતા કેટલાક વેપારીઆે પોતાની દુકાને તાળા મારીને ભૂગર્ભમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. તો અધિકારીઆેની રેડના પગલે કેટલાક વેપારીઆેમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ગુરૂવારના રોજ બપોરના સુમારે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના જુના ગંજ બજાર વિસ્તારમાં આવેલ જય જગદંબા ડેપોનાં ગોડાઉન તેમજ વિર વિજય ટ્રેિડગ કુ. નામની દુકાનમાંથી કાઠીયાવાડી સોયાબીન તેલના ૬ ડબ્બા, ગોલ્ડન સોયાબીન તેલના ૪ ડબ્બા, ગુલાબ ડબલ ફિલ્ટર સિગતેલના ૩ ડબ્બા, મહાલક્ષમી સરસવ તેલના ર ડબ્બા અને રવિ સોયાબીનના ૧૧ ડબ્બા મળી કુલ ર૬ તેલના ડબ્બા કિ.રૂ.૬૪ હજારનો માલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સિનિયર અધિકારી વિજય ચૌધરીએ જણાવ્યું હતું.
તો પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલી મોટા ભાગની તેલની દુકાનોમાં ડિસ્કો તેલ વેચાતો હોવાની રાવ પણ ઉઠવા પામી છે. જેથી આવી તમામ દુકાનો અને તેઓના ગોડાઉનોમાં પણ ઓચિંતી રેડ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દવારા તપાસ કરવામાં આવે તો મસમોટુ ડિસ્કો તેલનું કૌભાંડ ઝડપાય તેવી લોકમુખે ચચાઈ રહયું છે.
આમ છેલ્લા ઘણા સમય બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવી ઓચિંતી રેડ કરતાં તેલીયા રાજાઓમાં ફફડાટની સાથે તેઓ ભૂગર્ભમાં ગરકાવ પણ થઈ જવા પામ્યા હતા. તો પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવા તેલીયા રાજાઓ દવારા શહેરીજનોના આરોગ્ય સામે સરેઆમ ચેડા કરી ડિસ્કો તેલ પધરાવી રહયા છે તેઓની સામે લાલઆંખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પણ લોકમાંગ ઉઠવા પામી છે