Rekha

  • કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે લેજન્ડરી એક્ટ્રેસ Rekha નો બંગ્લો BMC દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે.
  • ઉલ્લેખનીય છે કે, તેના બંગ્લોનો સિક્યોરિટી ગાર્ડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
  • હાલ તેના બાંદ્રા ખાતેનાં ઘરે બીએમસીએ કંટેનમેન્ટ ઝોનની નોટિસ લગાવવામાં આવી છે.
  • જો કે, હવે બોલિવૂડ સ્ટાર્સના ઘરોમાં કોરોના વાયરસના કેસમાં વધારો થવાનું ચાલુ જ છે.
  • થોડા દિવસ પહેલાં આમિર ખાનની ટીમના 7 સભ્યોને કોરોના વાયરસ હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેમાંથી બે આમિર ખાનના સુરક્ષાકર્મી હતા.
  • તો હવે પ્રખ્યાત અભિનેત્રી રેખા (Rekha) ના મુંબઈ સ્થિત બંગલા સી સ્પ્રિંગ્સના એક સુરક્ષાકર્મીને કોરોના થયો હોવાનોરિપોર્ટ આવ્યો છે.
  • Rekha મુંબઈના બાંદ્રાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં સી સ્પ્રિંગ્સ બંગલામાં રહે છે અને તેમના બંગલાની સુરક્ષામાં હંમેશા બે સુરક્ષાકર્મી રહે છે.
  • પરંતુ કેટલાક દિવસ પહેલા એક સુરક્ષાકર્મી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો હતો અને હાલમા તેની સારવાર બાંદ્રાના બીકેસી સ્થિત કોવિડ ફેસિલિટીમાં ચાલી રહી છે.
  • BMCએ નિયમો અનુસાર, Rekha ના સી સ્પ્રિંગ્સ બંગલાની બહાર (Containment zone) કન્ટેઈનમેન્ટ ઝોન હોવાની નોટિસ લાગીવી દિધી છે
  • તથા કોરોના વાયરસના દર્દી મળી આવ્યા બાદ બંગલાને તાત્કાલિક સેનેટાઈઝ પણ કરવામાં આવ્યો છે.
  • નોંધનીય છે કે, અભિનેત્રી Rekha નાં બંગ્લોનો સિક્યોરિટી ગાર્ડ લાંબા સમયથી બિમાર હોવાનાં કારણે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • જેથી તત્કાલ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
  • આ ઉપરાંત તે રેખાના બંગ્લામાં રહેલા સર્વન્ટ ક્વાટર્સમાં જ રહેતા હોવાનાં કારણે તેમનો બંગલોને સીલ કરવામાં આવેલો હતો.
  • બંગલોમાં રહેતા તમામ અન્ય લોકોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024