Periods
પીરિયડ્સ (Periods) દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમાંથી એક છે પીરિયડ્ય પહેલાં અથવા પીરિયડ્સ દરમિયાન ખીલ થવા. ખીલના કારણે ઘણી મહિલાઓને ચહેરા પર ડાઘ પણ થવા લાગે છે. એવામાં મહિલાઓ વધુ ઈરિટેટ થવા લાગે છે.
જે મહિલાઓને માસિક (Periods) દરમિયાન ચહેરા પર ખીલ થઈ જતા હોય તેમણે માસિક આવવાના 7 દિવસ પહેલાં 1 ચમચી વિનેગર અને તેમાં 1 ચમચી પાણી મિક્સ કરી ચહેરા પર લગાવવું. આવું દિવસમાં બેવાર કરવું. આનાથી મહિલાઓને ખીલ નહીં થાય.
પીરિયડ્સ દરમિયાન હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે. જેથી આ દરમિયાન આહારમાં લીલાં શાકભાજી, ફળો, દૂધ, પનીર જેવી હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ અને જંક ફૂડ, તળેલા ખોરાક ખાવાથી બચવું જોઈએ.
ઘણીવખત માસિક દરમિયાન ડિહાઈડ્રેશનની સમસ્યાને કારણે પણ ખીલ થતાં હોય છે. પાણી આપણી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે. જેથી આ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. સાથે જ ફ્રૂટ જ્યૂસ, ગ્રીન ટી અને લીંબુ પાણી જેવી હેલ્ધી ડ્રિંક્સ લેવાથી પણ ખીલની સમસ્યા થતી નથી.
મહિલાઓને પીરિયડ્સ (Periods) દરમિયાન બોડીમાં હોર્મોનલ ચેન્જિસ જોવા મળે છે. જેના કારણે ચિડિયાપણું, પેટમાં દુખાવો, પીઠમાં દુખાવો અને ચહેરા પર ખીલ જેવી સમસ્યાઓ થાય છે. આવું સ્ટ્રેસ લેવાના કારણે પણ થતું હોય છે. જેથી મહિલાઓએ ખાસ પીરિયડ્સ દરમિયાન સ્ટ્રેસ લેવું જોઈએ નહીં.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.