એસીપી રાણા.
  • અમદાવાદના શાહઆલમ ખાતે થયેલી હિંસામાં એસીપી રાજપાલસિંહ રાણાને પણ માથામાં પથ્થર વાગ્યો હતો.
  • એસીપી રાણા શાહઆલમ ખાતે ફરજ પર હતા ત્યારે પથ્થરમારા દરમિયાન તેમને પથ્થર વાગ્યો હતો.
  • જોકે, પથ્થર વાગવા છતાં તેઓ ફરજ પરથી હટ્યા ન હતા અને માથા પર રૂમાલ બાંધીને પોતાની ફરજ બજાવી હતી.
  • એસીપી રાણા ઉપરાંત શાહઆલમ ખાતે અનેક પોલીસકર્મીઓ અને ડીસીપી પણ હાજર હતા.
  • એસીપી રાણાએ જણાવ્યું કે, “અચાનક પથ્થરમારો થતાં મને અને ડીસીપી સાહેબને વાગ્યું હતું. ડીસીપી સાહેબ સાથે અમે ટીમમાં ફરજ પર હતા.
  • આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું એ અમારા માટે તાલિમનો એક ભાગ હોય છે.
  • અમને તાલિમમાં અનેક વખત કહેવામાં આવે છે કે તમારી જે છબી ઘણો રોલ ભજવે છે.
  • આ છબીને કારણે તમે સામેના લોકોને કાબૂ કરી શકો છો. આવા બનાવો વખતે નાની મોટી ઈજાઓ થતી રહે છે, પરંતુ ફરજ અગત્યની છે. અમારી સાથેના નાના કર્મચારીઓએ પણ તેમની ફરજ સારી રીતે અદા કરી તેનો અમને ગર્વ છે.”
  • એસીપી રાણા તેમજ અન્ય કર્મચારીઓ ઈજા છતાં શુક્રવારે ફરજ પર હાજર રહ્યા હતા.
  • આ મામલે એસીપી રાણાએ કહ્યું હતું કે, ગુરુવારની ઘટનામાં ઘાયલ થયેલા મોટભાગના કર્મચારીઓ ઈજા છતાં આજે ફરજ પર હાજર થઈ ગયા છે.
  • પોલીસની સંખ્યા ઓછી હોવા બાબતે એસીપીએ કહ્યુ હતુ કે, ઘટના બાદ થોડીવારમાં જ બેકઅપ ટીમ પહોંચી ગઈ હતી. જે કર્માચારીઓ બંદોબસ્તમાં હતા તે વેરવિખેર થઈ જવાને કારણે લોકોને કાબૂમાં લેવામાં તકલીફ પડી હતી.
  • સિટિઝનશિપ એક્ટના વિરોધમાં અપાયેલું બંધનું એલાન મોડી સાંજે હિંસક બન્યું હતું. લાઠીચાર્જની ઘટના પછી રખિયાલ અને શાહઆલમમાં લોકોમાં ભારે આક્રોશ દેખાયો હતો.
  • શાહઆલમમાં સાંજે છ વાગ્યે વિરોધ બંધ કરાવવા ગયેલી પોલીસ જવાનોની સંખ્યા 60ની હતી જ્યારે ટોળું ચારથી પાંચ હજારનું હતું.
  • શાહઆલમની જુદી જુદી ગલીઓ અને ધાબાઓ પરથી પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
  • આ પથ્થરમારામાં 19 પોલીસ જવાન સહિત 25 ઘવાયા હતા.
  • પથ્થરમારામાં એસીપી રાણાને પણ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.
  • પથ્થરમારા વચ્ચે ACP આર.બી.રાણા લોહીલુહાણ હાલતમાં પણ અડગ રહ્યાં હતા.
  • સારવાર બાદ તેઓ પરત ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024