ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો રવિવારે ન્યૂયોર્કમાં સામસામે ટકરાશે. દરેક ક્રિકેટ ફેન્સ આ મેચની રાહ જોઈ રહ્યા છે. અમેરિકાની સામે પાકિસ્તાનની ભૂંડી હાર બાદ હવે તે ભારત સામે શું કરે છે તે મહત્વનું રહેશે, કારણ કે પાકિસ્તાન પર હવે જલદી વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

વિવાદમાં છે નાસાઉ કાઉન્ટીની પિચ

તમને જણાવી દઈએ કે નાસાઉ કાઉન્ટીની પિચને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. જ્યારથી ભારતીય ટીમે આ મેદાન પર પોતાની પ્રથમ મેચ રમી છે ત્યારથી આ પિચ સવાલોના ઘેરામાં છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ આ પીચને ઘણી નબળી ગણાવી છે. ICCએ પણ આ અંગે સ્પષ્ટતા કરી છે. ICCએ કહ્યું કે આ પિચને ઠીક કરવા માટે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારો પ્રયાસ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે સારી પિચ આપવાનો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ચેતવણી આપી હતી કે આ પિચ ખૂબ જ ખરાબ છે, ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાનું જોખમ રહેશે. હવે દ્રવિડની વાત સાચી લાગે છે.

પાકિસ્તાની ટીમમાં ગભરાટનો માહોલ 

T20 વર્લ્ડ કપ 2024માં 9 જૂને રમાનારી ભારત અને પાકિસ્તાનની મેચ પર દુનિયાની તમામ નજર મંડાયેલી છે. આ મેચ બે કટ્ટર હરીફ દેશો વચ્ચેનું ક્રિકેટ યુદ્ધ છે, તેથી પહેલાથી જ ઉત્તેજના હતી. પરંતુ, અમેરિકા સામેની હાર બાદ પાકિસ્તાન માટે આ મેચનું મહત્વ વધુ વધી ગયું છે. પાકિસ્તાનીઓ માટે આ હવે માત્ર એક મેચ નથી રહી, પરંતુ આર-પારનું યુદ્ધ પણ બની ગયું છે. આ દબાણને કારણે પાકિસ્તાની ટીમમાં ગભરાટનો માહોલ છે. 

ભારતના ખેલાડીઓએ ત્રણ કલાક સુધી દમદાર પ્રેક્ટિસ કરી

ન્યૂયોર્કની પિચને ધ્યાને રાખી ભારતીય કોચિંગ સ્ટાફે છ પ્રેક્ટિસ પિચમાંથી ત્રણને રફ બનાવી પ્રેક્ટિસ કરાવી હતી. આજે સવારે દક્ષિણ આફ્રિકાની ટીમના ખેલાડીઓ આ પિચ પર પ્રેક્ટિસ કરી હતી, જોકે ઈજાના ડરના કારણે તેમના ટોચના ખેલાડીઓ કાગીસો રબાડા કે એનરિક નોર્કિયાએ પ્રેક્ટિસ કરી ન હતી. જોકે ત્યારબાદ ભારતીય ટીમે દમદાર પ્રેક્ટિસ કરી હતી. રોહિત શર્મા, વિરાટ કોહલી અને બાકીના લોકોએ ત્રણ કલાકના પ્રેક્ટિસ સેશનમાં જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ અને મોહમ્મદ સિરાજના બોલનો સામનો કર્યો હતો.

ઇજાગ્રસ્ત થયો રોહિત, જાણો BCCIએ શું એક્શન લીધી?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્મા પાકિસ્તાન સામેની મેચ પહેલા નેટ્સમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત શર્માના ડાબા અંગૂઠામાં ઈજા થઈ છે. આ સિવાય વિરાટ કોહલી વિશે એવા પણ સમાચાર છે કે પિચે તેને પણ ચોંકાવી દીધો છે. જોકે, કોહલીને કંઈ થયું નથી અને તે સંપૂર્ણ રીતે ઠીક છે. રોહિત ઘાયલ થયા બાદ મેડિકલ ટીમે તરત જ તેની મદદ કરી. રોહિતે ગ્લોવ્ઝ ઉતારીને સારવાર લીધી અને થોડા સમય પછી રોહિતે ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી. તમને જણાવી દઈએ કે નાસાઉ કાઉન્ટીની આ ખરાબ પિચને લઈને ઘણી ટીમોએ ICCને ફરિયાદ કરી છે. હવે અહેવાલ મુજબ BCCIએ ICCને અનૌપચારિક ફરિયાદ કરી છે.

PTN NEWSના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો : https://chat.whatsapp.com/IcLpmR90fu5FrOpynsbqoI

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024