સુરત જિલ્લાના બારડોલી ખાતે આજરોજ આઈ.એમ.હ્યુમન ફાઉન્ડેશન દ્વારા એમ્બ્યુલન્સના લાભાર્થે લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીનું આઈ.એમ.હ્યુમન ફાઉન્ડેશન ગ્રૂપ હરહંમેશ સેવાકીય પ્રવુતિમાં અગ્રેસર રહ્યું છે. આ ગ્રૂપ દ્વારા આજરોજ બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ પર એમ્બ્યુલન્સના લાભાર્થે લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાયરા કલાકાર તરીકે ગીતા રબારીનો સુર સાંભળી લોકો ઝુમી ઉઠ્યા હતા. ડાયરામાં લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો.
સુરત જિલ્લાના બારડોલી ખાતે આજરોજ આઈ.એમ.હ્યુમન ફાઉન્ડેશન દ્વારા એમ્બ્યુલન્સના લાભાર્થે લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ કરીને બારડોલીની વાત કરીએ તો નોટનબંધી બાદ આજસુધીનાં દરેક ડાયરાઓ કેસલેસ થયા છે. પરંતુ ગીતા રબારીના ડાયરામાં પૈસાનો તો જાણે વરસાદ થયો હતો તેમજ લોકડાયરા કલાકાર ગીતા રબારીએ સરદારની કર્મભૂમિ બારડોલીમાં પ્રથમ ડાયરો કરું છું તેથી તે પોતે ધન્યતા અનુભવે છે તેવું જણાવ્યું હતું.
આઈ.એમ.હ્યુમન ફાઉન્ડેશન ગ્રૂપ દ્વારા ખાસ કરીને આ એમ્બ્યુલન્સ એટલા માટે મુકવામાં આવશે કારણકે ફ્રી એમ્બ્યુલન્સ સુવિધા તો સરકાર અને ઘણી સેવાકીય સંસ્થાઓ તો આપે જ છે. આ એમ્બ્યુલન્સમાં આઈ.સી.યુ માં ઉપલબ્ધ તમામ સુવિધાઓ હશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.