Corona vaccine
કોરોના મહામારીમાં રશિયાની એક દવા ઉત્પાદક કંપનીએ ભારતીય દવા ઉત્પાદકને કોરોના વેક્સિન (Corona vaccine)ના 10 કરોડ ડોઝ વેચવા કરાર કર્યો હતો. રશિયાન ડાયરેક્ટક ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ઉત્પાદિત વેક્સિન ‘સ્પુતનિક’ને ભારતીય કંપની ડો.રેડ્ડીઝ લેબોરેટરી ખરીદશે.
ભારતીય કંપની સાથે રશિયન કંપનીએ 30 કરોડ ડોઝ ઉત્પાદન કરવાનો કરાર કર્યો હતો. ભારતની ટોચની દવા ઉત્પાદક કંપનીઓ પૈકીની એક ડો.રેડ્ડીઝ સરકારની મંજૂરીની અપેક્ષા સાથે ભારતમાં વેક્સિનની ત્રીજા તબક્કાની ક્લિનીકલ ટ્રાયલ કરશે.
એક નિવેદનમાં કંપનીએ કહ્યું હતું કે વર્ષ 2020ના અંત સુધીમાં ભારતને આ વેક્સિન મળવાની શરૂઆત થશે. ભારતમાં આ વેક્સિનની નોંધણી અને સત્તાવાળાઓ દ્વારા તેની મંજૂરીને આધિન સપ્લાય શરૂ કરાશે.
આ પણ જુઓ : રક્ષામંત્રી રાજનાથ સિંહ અને CM રૂપાણીએ PMને શુભકામનાઓ પાઠવી કહ્યું…
જો કે આના કારણે ડોકટરો અને વૈજ્ઞાાનિકોમાં આ શોટને લઇને સુરક્ષા અને ક્ષમતા અંગે કેટલીક ચિંતા પણ જોવા મળી હતી. ડો.રેડ્ડીઝના સહ-અધ્યક્ષ જી.વી.પ્રસાદ કહ્યું હતું કે પ્રથમ અને બીજા તબક્કાના પરિણામો ખુબ જ પ્રોત્સાહિત કરનાર હતા. કોવિડ-19 વિરૂધ્ધની આપણી લડાઇમાં સ્પુત્નિક-વી વેક્સિન એક વિશ્વાસપાત્ર વિકલ્પ અને સફળ સાબીત થશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.