સાબકાંઠામાંથી માનવતા દર્શાવતી એક ઘટના સામે આવી છે. જે જોઈ ને કહેવું પડે કે માનવતા આજે પણ જીવંત છે. સાબરકાંઠા પોલીસ દ્વારા પ વર્ષથી પરિવારથી વિખુટી પડેલી છોકરીનું ફરી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
આ ઉમદા કાર્યથી બાળકીનું તેના પરિવાર સાથે મિલન થતાં હયદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા. એક બાળકી છેલ્લા પાંચ વર્ષથી તેના પરિવારથી વિખુટી પડી ગઈ હતી. ત્યારે પરિવાર દ્વારા તેની શોધખોળ ચાલુ હતી. તે દરમિયાન એક સામાજિક કાર્યકરને આ બાળકી મળી આવી હતી.
બાળકી મળતા જ તેને સાબરકાંઠા બી ડિવીઝનના પીએસઆઈને જાણ કરી હતી. પી.એસ.આઈ.ને બાળકી વિશે જાણ થતા જ તેને તુરંત બાળકીના પરિવારની શોધખોળ ચાલુ કરી દીધી હતી અને બહુ આેછા સમયમાં જ પીએસઆઈએ બાળકીના પરિવારને શોધી કાઢયો હતો
અને ત્યારબાદ છેલ્લા પ વર્ષથી વિખુટી પડેલી બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવતાં બાળકી અને પરિવારજનોની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા.