- ગરીબી દુર કરવાનું અભિયાન ચલાવનાર લૈલા.આ કંપની અત્યાર સુધીમાં કેન્યા, યુગાન્ડા અને ભારતમાં 2900થી વધારે લોકોને રોજગાર આપી ચુકી છે.
- અમેરિકાથી ભારત માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
- અમેરિકાની મૂળ ભારતીય બિઝનેસ વુમન લૈલા જાનાહનું નિધન થયું છે.
- ભારતીય મૂળની લૈલા જાનાહ જે ગરીબી હટાવવા માટે લડતી કંપની સમસોર્સની સીઈઓ હતી. તેનું 37 વર્ષની વયે કેન્સરની બિમારીથી નિધન થયું છે.
- આ સમગ્ર ઘટનાની શનીવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની સમસોર્સે પુષ્ટી કરી છે.
- સમસોર્ટ અનુસાર, 24 જાન્યુઆરીએ લૈલા જાનાહે અંતિમ શ્વાસ લીધા હતા.
- લૈલા જાનાહ ના નિધન બાદ અમેરિકામાં રહેતા તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સાથે અનેક ભારતીય, અને તેમના દ્વારા રોજગાર મેળવતા લોકોએ શોક વ્યક્ત કર્યો છે.
- લૈલા જાનાહ વિશે કહેવાય છે કે, તે થોડા સમયથી કેન્સરની બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. તેમણે આ માટે સરવાર પણ કરાવી છતાં પણ બચી શક્યા નહી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News