સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સમી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા પંચાયત આયુર્વેદિક દવાખાનું નાનીચંદુર અને માંડવી અને ગ.જ.જ યુનિટ સરકારી કોલેજ,સમીના સંયુકત ઉપક્રમે વિનામુલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથીક મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની અંદર સમી ગામ ના ૪૧ર આયુર્વેદિક અને ૧૮૩ હોમિયોપેથી એમ કુલ પ૯પ થી વધુ લોકોએ નિદાન અને સારવાર કેમ્પનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ડો.ભાગ્યશ્રીબેન ભીમાણી, ડો.સિધ્ધાર્થભાઇ નાયક ડો. બીપીનભાઈ ખરાડી, ડો. હિતેન્દ્રસિંહ રાજપૂત, ડો.જીગ્નેશભાઈ પટેલ, ડો.દિપકભાઈ મકવાણા, ડો.રિચાબેન ગઢવી, ડો.રીનાબેન પ્રજાપતિ વગેરે ડોકટર તેમજ ૧૧ સ્ટાફ સહાયક ઉપસ્થિતિત રહી દર્દીઓને ચેક કરી અને દવાઓ વિનામુલ્યે આપી હતી.