સમી : આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે કરાઈ સ્વચ્છતા

- Advertisement -

This browser does not support the video element.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સ્વચ્છ ભારત (ક્લીન ઇન્ડિયા) કાર્યક્રમો યોજાઈ રહયા છે. જેમાં ખેલકુદ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ઘિ હાંસલ કરી હોય તેવા ખેલાડીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકના એકત્રીકરણ દ્વારા જિૡાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

સમી, શંખેશ્વર અને હારીજ તાલુકાના રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ઘિ હાંસલ કરી હોય તેવા ખેલાડીઓ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા યુવા વિકાસ અધિકારી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પાટણ દ્વારા આયોજિત યોગા અને વ્યક્તિત્વ વિકાસ તાલીમમાં જોડાયેલા ૧પ૦ ખેલાડીઓ, ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતી શિબિરમાંથી જયભારત વિદ્યાલય અને કસ્તુરબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ, સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજના એન.એસ.એસ.ના ક્રેડેટ સિંગલ યુઝ પ્લાસ્ટિકના એકત્રીકરણ કરવાના પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાયા હતા.

સમીની શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ અને બજારને પ્લાસ્ટિકમુક્ત કરવાના સંકલ્પ સાથે ૬૦૦ જેટલા ખેલાડીઓ જોડાયા હતા. સરકારી કોલેજથી બજાર સુધીનો રોડ, આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેન્ડ, બજાર અને જાહેર માર્ગો ઉપરના સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ૮૦૦ કિલો જેટલો જથ્થો એકત્ર કરી નાશ કરવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલી યોગા અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર ચોથા દિવસના સમાપનના દિવસે આ અભિયાનમાં જોડાઈ સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની સમજ અને વ્યક્તવ્ય આપવામાં આવ્યા હતા.