Samsung Galaxy M53 5G : સેમસંગનો આ ફ્લેગશિપ ફોન આ મહિને અન્ય માર્કેટમાં પ્રવેશ કરશે અને ભારતમાં પણ એપ્રિલમાં જ આવશે. લીક થયેલા સ્પેસિફિકેશન્સ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય બજારમાં આવનાર મોડલ 2 કલર ઓપ્શનમાં આવશે અને તે Android 12 ઓપરેટિંગ સિસ્ટમ પર ઓપરેટ કરશે. તેમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ હશે. આ ફોન માર્કેટમાં Galaxy M52 5Gના નવા વેરિઅન્ટ તરીકે આવશે. જો કે, હજુ સુધી સેમસંગે આ સ્માર્ટફોનની કિંમત અંગે કોઈ ખુલાસો નથી કર્યો.
Samsung Galaxy M53 5G ભારતમાં બે સ્ટોરેજ ઓપ્શનમાં આવશે, જેમાં 6GB + 128GB અને 8GB + 128GBનો સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલ HD + Super AMOLED Plus ડિસ્પ્લે હશે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે.
કલર ઓપ્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોન બ્લુ અને ગ્રીન જેવા બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. તો આ સ્માર્ટફોનનો બ્રાઉન વેરિઅન્ટ, જે અન્ય માર્કેટમાં ઉપલબ્ધ છે, તે લગભગ ભારતમાં લોન્ચ નહીં થાય.
પ્રોસેસરની વાત કરીએ તો Samsung Galaxy M53 5Gમાં MediaTek Dimensity 900 ચિપસેટ આપવામાં આવશે. ઓપરેટિંગ સિસ્ટમ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોન Android 12 પર આધારિત One UI 4.1 પર કામ કરે છે.
આ સ્માર્ટફોનના રિયરમાં 108 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 8 મેગાપિક્સલનો બીજો કેમેરા, 2 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા અને 2 મેગાપિક્સલનો ચોથો કેમેરા આપવામાં આવશે. તો આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવશે.
આ સ્માર્ટફોનમાં 5G, 4G LTE, WiFi અને બ્લુટૂથ v5.2 મળશે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, એક્સેલરોમીટર સેન્સર, ગાયરોસ્કોપ સેન્સર, લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર હશે.