સેમસંગ ભારતમાં પોતાનું ટીવી લાઇનઅપ અપડેટ કરી રહી છે. કંપનીએ અત્યારસુધીમાં ઘણા ટીવી લોંચ કર્યા છે જેમાં 8K રિઝોલ્યૂશન સાથે QLED ટીવી પણ શામેલ છે. આ નવું 8K ક્યૂએલઈડી ટીવી 65-ઇંચ, 75-ઇંચ, 82-ઇંચ, 98-ઇંચના સ્ક્રીન સાઈઝ ઓપ્શનમાં લોન્ચ કર્યું છે. ભારતીય બજાર માટે અનેક કંપનીએ દ્વારા ક્યુએલડી રેન્જમાં ઘણી ટીવીની જાહેરાત કરવામાં આવી છે. આ 8K ટીવીમાં એઆઈ અપસ્કેલિંગ ટેક્નોલૉજી, Bixby વૉઇસ કમાન્ડ અને વન કનેક્ટ બૉક્સ જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટીવીની કિંમત, ઉપલબ્ધતા અને સ્પેસિફિકેશન્સ
- સેમસંગ 8K ક્યુએલડી ટીવી 75 ઇંચની સ્ક્રીન માટે 10,99,900 રૂપિયા, 82 ઇંચની સ્ક્રીન માટે 16,99,900 રૂપિયા અને 98 ઇંચ મોડેલ માટે 59,99,900 રૂપિયાની કિંમત રાખવામાં આવી છે. તો 65 ઇંચની સ્ક્રીન મોડેલની કિંમત ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, આ મોડેલ આગામી મહિને (જુલાઈ)માં બજારમાં ઉપલબ્ધ થશે.
- બાકીના મોડેલ્સ વિશે વાત કરતાં, કંપનીની 2019 ક્યુએલડી ટીવી શ્રેણીમાં 65 ઈંચના Q90 વેરિયન્ટ્સ રૂ.3,99,900માં ઉપલબ્ધ થશે. 55-ઇંચ અને 75-ઇંચની Q80 વેરિઅન્ટની કિંમત અનુક્રમે 2,09,900 અને 6,49,900 રૂપિયા રાખવામાં આવી છે. 55-ઇંચ અને 65-ઇંચની Q70 વેરિયન્ટ્સની અનુક્રમે રૂ. 1,69,900 અને રૂ. 2,79,900 કિંમત રાખી છે. આ ઉપરાંત Q60 મોડેલ્સ માટે 43-ઇંચની સ્ક્રીનની કિંમત રૂ.94,900 અને 82 ઇંચની સ્ક્રીનની કિંમત રૂ. 7,49,900 છે.
- સેમસંગના 8K QLED ટીવી અને નોન-8K QLED ટીવી સેમસંગ સ્માર્ટપ્લાઝ, મોટા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ, સેમસંગના ઓફિસિઅલ ઑનલાઇન સ્ટોર અને બાકીના ઑનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદી કરી શકાશે.
- સેમસંગના નવા 88K QLED ટીવીમાં કેટલાંક દમદાર સ્પેસિફિકેશન્સ આપ્યા છે. જેમાં 8K AI આધારિત અપસ્કેલિંગ છે જે કન્ટેન્ટને મોટી સ્ક્રીન પર કોઈપણ ખામી વિના દર્શાવી શકે છે. ટીવીમાં ક્વૉલકોમ પ્રોસેસર 8K ભારે સામગ્રીને સ્ક્રીનના કદ મુજબ સેટ કરતી વખતે મોટી સ્ક્રીન પર પણ સોફ્ટ સામગ્રી બતાવવા માટે આપવામાં આવ્યું છે. ટીવીમાં ક્વાન્ટમ એચડીઆર વીડિયો અને ચિત્રોમાં અનેક કલર્સ દર્શાવવા માટે આપવામાં આવ્યા છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.