Patan : પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઈએ ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે પીએસઆઈ શુકલાને પોતાની ફજર પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાતાં જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ત્યારે ડીજીપી દ્વારા પીએસઆઈ શુકલાને સસ્પેન્ડ કરાતાં ગ્રામજનોમાં ડીજીપીની કામગીરીની પ્રશંસા કરી હતી અને સાથે સાથે પાટણ જિલ્લામાં મોટાભાગના પોલીસ કર્મીઓ પોતાની ફરજ ઉપર બેદરકારી દાખવતા હોય છે તેઓની સામે પણ લાલઆંખ કરી શિક્ષાાત્મક પગલા ભરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.