સાંતલપુર તાલુકાના ગરામડીમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ જન્મોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ કેશરી હિન્દૂ યુવા સંગઠન ભારત ના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીર સિંહ અને હિન્દૂ યુવા સંગઠન ની ટિમ ઉપસ્થિત રહી હતી. ગરામડી ગામે ચોરાડ વિસ્તાર ના યુવાનો દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મહેમાનોને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કુમકુમ તિલક કરી પ્રેમસભર આવકારવામાં આવ્યા હતા. કૃષ્ણ જન્મોત્સવમાં જય શ્રીરામ ના નાદ સાથે જયઘોષ બોલાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અધ્યક્ષ હિન્દુ યુવા સંગઠન ભારતના રઘુવીર સિંહ દ્વારા તેમના ભાષણમાં હિન્દૂ ધર્મ ની રક્ષા કાજે તન મન ધન થી યુવાનોને મહેનત કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું.
જન્માષ્ટમી ઉત્સવ પ્રસંગમાં યુવાનો સાથે મોટી સંખ્યામાં વડીલો અને મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. પધારેલ મહેમાનોને તલવાર, સાફો સહિત શિવાજી મહારાજ ની તસ્વીર સાથે ભેટ આપવામાં આવી હતી.