કંડલા નેશનલ હાઈવે રોડ પર આવેલ સાંતલપુર ગામે બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતાં વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહયા છે. આ બ્રિજ પરથી ભારે વાહનોની ચોવીસ કલાક અવર-જવર થાય છે ત્યારે કંડલા નેશનલ હાઈવે ફોર લેનનો માત્ર આ એક જ રસ્તો હોવાથી સાંતલપુરના બ્રિજમાંથી અચાનક પોપડા પડતાં નીચેથી પસાર થતાં લોકો અકસ્માતની ભીતિ સેવી રહયા છે.

લોખંડના સળીયા સહિત આરસીસીના મોટા મોટા ગાબડા જોવા મળી રહયા છે તો આ બ્રિજને તાત્કાલિક રીપેર કરવામાં નહીં આવે તો બ્રિજ ધરાશાયી થશે તો મોટી જાનહાનીની સાથે સાથે કલાકો સુધી ટ્રાફિકની લાંબી કતારો લાગવાની સ્થાનિક લોકો ભીતિ પણ સેવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024