સાંતલપુર : બીએસએફ આટિલરીને પ૦ વર્ષ પૂર્ણ થતાં સાયકલ રેલીનું આયોજન

ભુજ સરહદે રખોપા કરતા ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોની બીએસએફ આટિલરીને લઈને બીએસએફના રાજયના વડા શ્રી મલીકે કહ્યુ હતુ કે, બીએસએફ આટિલરીરીમાં દુશ્મનોને નેસ્તનાબુદ કરવાની ક્ષમતા રહેલી છે.બીએસએફ આટિલરીરીએ ૧ઓકટોબર ર૦ર૦ના પ૦ વર્ષમાં પ્રવેશ કર્યા હતો અને તેના સુવર્ણ અવસર અંતર્ગત સાંતલપુર કલ્યાણપુરા રેલીને સ્ટાર્ટઅપ અપાયું હતું. આ સાઈકલ રેલી 25૦૦ કિલોમીટરનું અંતર કાપીને 15મી ઓગષ્ટના રોજ અટારી બોર્ડર પહોંચશે.બીએસએફ ગુજરાતના ફ્રન્ટીયર હેડ ક્વાર્ટરના ઈન્સ્પેક્ટર જનરલ આઈપીએસ જી.એસ. મલિક દ્વારા ભુજના મુન્દ્રા રોડ સ્થિતિ બીએસએફ કેમ્પસથી બીએસએફ આટિલરીરીની ગોલ્ડન જ્યુબીલી સાયકલ રેલીને લીલી ઝંડી આપીને શરૂ કરાવી હતી. આ તકે શ્રી મલિકે જણાવ્યું હતું કે, બીએસએફ આટિલરીરીની ૧૯૭૧માં સ્થાપના કરવામાં આવી છે, જેને 50 વર્ષ પૂર્ણ થતાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

જેને ભુજથી શરૂ કરવામાં આવી છે. આ સાઈકલ રેલી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત, ફીટ ઈન્ડિયા મુવમેન્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત, બેટી પઢાવો- બેટી બચાવોના સંદેશાઓ લોકોને પહોંચાડવામાં આવશે. બીએસએફ આટિલરીરી દુશ્મનને નેસ્ત નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં કહ્યું કે, બીએસએફ આટિલરી કર્મચારીઓની સહનશક્તિ અને શારીરિક તંદુરસ્તીના ધોરણોની ચકાસણી કરવા ઉપરાંત ૧૯૭૧થી આટિલરી એ બીએસએફનો અભિન્ના અને મહત્વપૂર્ણ ભાગ છે અને આ સાયકલ રેલી દ્વારા બીએસએફ આટિલરીનો ઇતિહાસ, ભૂમિકા, સિદ્ઘિઓ અને તાલીમ પ્રવૃત્તિઓ વિશે પણ જાગૃતિ ફેલાવવાનો છે.

દાંતિવાડા બીએસએફ આટિલરીના ડેપ્યુટી કમાન્ડર મનીષસિંઘે જણાવ્યું હતું કે, 50 વર્ષ બીએસએફ આટિલરીને પૂર્ણ થતાં ભુજ ખાતેથી અટારી બોર્ડર સુધીની સાઈકલ રેલીનું આયોજન કરાયું છે. જેમાં ભુજથી, દાંતિવાડા, દાંતિવાડાથી જેસલમેર, જેસલમેરથી બિકાનેર, બીકાનેરથી ફરીદકોટ, ફરીદકોટથી અટારી બોર્ડર સુધી સાઈકલ વીરો પહોંચશે. આ સાથે જમ્મુ કાશ્મીરના બારામુલાથી પણ સાઈકવીરો નિકળી ચુકયા છે, તેઓ પણ 15મી ઓગષ્ટના રોજ અટારી બોર્ડર ખાતે પહોંચશે.બીએસએફ આટિલરીના ૧પ સાયકલ સવારોએ ભુજથી રેલીની શરૂઆત કરી હતી. આ રેલી ૧પ ઓગસ્ટ, ર૦ર૧ સુધી પંજાબના અમૃતસરમાં ભારત અને પાકિસ્તાનના પ્રખ્યાત જોઇન્ટ ચેક પોસ્ટ (જેસીપી) અટારી સુધી આશરે રપ૦૦ કિલોમીટરની અંતર આવરી લેવામાં આવશે. આ રેલીમાં બીએસએફ આટિલરીના ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબના અન્ય સાયકલસવારો પણ જોડાશે અને કુલ પ૦ જેટલા જવાનો અટારી બોર્ડર ખાતે આ રેલીનું સમાપન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here