સરસ્વતી : તાલુકામાં વડાપ્રધાનના જન્મદિનને લઈ યોજાયા વિવિધ કાર્યક્રમો

વડાપ્રધાનના ૭૧માં જન્મદિનને લઈ સમગ્ર ભારતભર સહિત પાટણ જિલ્લા અને સરસ્વતી તાલુકાના ભાજપના આગેવાનો અને હોદેદારો દવારા વિવિધ સેવાકીય પ્રકલ્પો સાથે અનોખી રીતે જન્મદિનની ઉજવણી કરી હતી. ત્યારે સરસ્વતી તાલુકાના સાગોડીયા ગામે ઉજવલા યોજના ગેસ કનેકશન સહિત કોરોનાની મહામારીમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને સહાય ચુકવવામાં આવી હતી અને સોશ કૂવાની સહાયના ચેકો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. તદ ઉપરાંત આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હતી.

તો સરસ્વતી તાલુકાના દરેક ગામોમાં વડાપ્રધાનના જન્મદિનને લઈ વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા જેમાં ભૂતિયાવાસણા, ઋગનાથપુરા, બાલવા, મેલુસણ, બેપાદર અને સરીયદમાં જિલ્લાના મહામંત્રી ભાવેશભાઈ પટેલ અને સોવનજી ઠાકોર સહિત સરસ્વતી તાલુકાના મહામંત્રી પ્રવિણ ચૌધરી દવારા વૃક્ષારોપણના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.

તો વડાપ્રધાનના જન્મદિનને લઈ સરસ્વતી તાલુકામાં યોજાયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પોના કાર્યક્રમોના અંતે સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે શ્રીરામ ભગવાનની મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા મહામંત્રી ભાવેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી વડાપ્રધાનનું દીધાર્યુ લાંબુ થાય અને તેઓ નિરોગી રહી દેશની સારી સેવા કરે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.