Satellite launching
ચીનને ફરી અંતરિક્ષને લઇ એક મોટો ઝટકો લાગ્યો છે. લૉન્ચ કરવામાં આવેલુ ચીનનું સેટેલાઈટ (Satellite launching) આકાશમાં ભટકીને ક્રેશ થઈ ગયુ. ચીનના સ્પેસ મિશન સતત ફેલ થઈ રહ્યા છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ મિશનની અસફળતાના એક નાના સમાચાર પ્રકાશિત કર્યા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ચીનનું ઑપ્ટિકલ રિમોટ સેસિંગ સેટેલાઈટ જિલિન-એક ગોફેન 02-સી (Jilin-1 Gaofen 02C) પૂર્વ નિર્ધારિત કક્ષા સુધી પહોંચવામાં ફેલ રહ્યો છે.
આ પણ જુઓ : ઓક્સફર્ડની કોરોના વેક્સીન ટ્રાયલને ફરીથી બ્રિટને મંજૂરી આપી
સ્થાનિક સમય અનુસાર 1 વાગીને 2 મિનિટ પર આ સેટેલાઈટને ગોબી મરૂસ્થળમાં બનેલા Jiuquan સેટેલાઈટ લોન્ચ સેન્ટરથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સેટેલાઈટને Kuaizhou-1a સૉલિડ રૉકેટથી લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. લૉન્ચ સેન્ટરે કહ્યુ કે લૉન્ચ થતા જ સેટેલાઈટની ગતિવિધિઓ અસામાન્ય થઈ ગઈ હતી અને મિશન ફેલ થઈ ગયુ.
આ પણ જુઓ : Ahmedabad : 1 કરોડના MD ડ્રગ્સની ASIને સાથે રાખી થતી હતી ડિલિવરી
વિશેષજ્ઞોએ કહ્યુ કે સેટેલાઈટ અંતરિક્ષમાં ભટકી ગયુ અને ક્રેશ થઈ ગયુ છે. ચીનની સ્પેસ એજન્સીઓ આ મિશનના ફેલ હોવાના કારણની તપાસ કરી રહી છે. દુનિયાભરના સેટેલાઈટ લોન્ચ પર નજર રાખનારી વેબસાઈટ સ્પેસન્યુઝ ડૉટ કૉમ અનુસાર 2020માં ચીનના 26 લૉન્ચમાં આ ચોથી અસફળતા છે.સ્પેસન્યુઝ ડૉટ કૉમ અનુસાર Jilin-1 Gaofen 02C સેટેલાઈટ કથિતરીતે હાઈ રેઝોલ્યુશન કેમેરાથી લેસ હતુ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.