- આઈપીએલની 13 મી સીઝન માટે માત્ર એક મહિનો બાકી બચ્યો છે. આઈપીએલની સીઝન 29 માર્ચથી શરૂ થશે. જેના વિશે આ સિઝનમાં ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, આ સિઝનનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. સીઝનની પહેલી મેચ હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી રહેશે, કેમ કે તે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

- ક્રિકેટબઝના મતે આ વખતે આઈપીએલની સીઝનમાં 29 માર્ચથી 17 મેની વચ્ચે મેચો રમાશે. આઈપીએલની 12મી સીઝન 44 દિવસની હતી, જ્યારે તેરમી સીઝન 50 દિવસની હશે. સીઝનની અંતિમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

- નોકઆઉટ ટુર્નામેન્ટ માટે કોઈ સમયપત્રક જાહેર કરાયું નથી. રાજસ્થાન રોયલ્સ સિવાયની તમામ ટીમો તેમના હોમ ગ્રાઉન્ડ પર રમશે. મેચ ગુવાહાટીમાં યોજાશે.

- આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, આ વર્ષે અઠવાડિયામાં માત્ર એક જ દિવસે બે મેચ રમાશે અને બે મેચ ફક્ત રવિવારે યોજાશે. આને લીધે લીગમાં એક અઠવાડિયાનો સમય લંબાવાયો છે, જેના કારણે આ વખતે આઇપીએલ 44ને બદલે 50 દિવસ સુધી રમાશે. બપોરની મેચો ચાર વાગ્યે શરૂ થશે અને રાત્રે મેચ આઠ વાગ્યે શરૂ થશે.

- બીસીસીઆઈએ ફરીથી આ સીઝનમાં લોઢા સમિતિની ભલામણોની અવગણના કરી છે. સમિતિએ ભલામણોમાં કહ્યું હતું કે ભારતીય ટીમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ અને આઈપીએલની પ્રથમ મેચ વચ્ચે ઓછામાં ઓછા બે અઠવાડિયાના તફાવત હોવા જોઈએ. જોકે, આ વખતે ભારતીય ટીમ તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ 18 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે રમશે, જ્યારે આઈપીએલ 11 દિવસ પછી 29મી માર્ચથી શરૂ થશે.

- આ દરમિયાન નોકઆઉટ સ્પર્ધાઓનું શિડ્યુલ હજી જાહેર કરાયું નથી. પરિણામે, આઈપીએલ કાઉન્સિલને સ્ટેજ લીગમાં મેચોને બદલવાના તમામ અધિકાર રહેશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News